મેષ રાશિ 2026 રાશિફળ: સાડાસાતીની પરીક્ષા સામે ગુરુની રક્ષા
ખાસ નોંધ: આ વાર્ષિક રાશિફળ તમારી ચંદ્ર રાશિ (Moon Sign) પર આધારિત છે. જો તમને તમારી રાશિ ખબર નથી, તો તમારી રાશિ જાણવા માટે અહીં ક્લિક કરો.
અશ્વિની નક્ષત્ર (4 ચરણ),
ભરણી નક્ષત્ર (4 ચરણ), અથવા
કૃતિકા નક્ષત્ર (1મું ચરણ) માં જન્મેલા જાતકો મેષ રાશિ (Aries) માં આવે છે. આ રાશિના સ્વામી
મંગળ (Mars) છે.
મેષ રાશિના જાતકો માટે, 2026 નું વર્ષ જીવનમાં મોટા ફેરફારો લાવનારું બની રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે શનિ તમારા 12મા ભાવમાં (મીન રાશિ) પ્રવેશ કરી રહ્યા છે, જેનો અર્થ છે તમારી "સાડાસાતી" નો પ્રારંભ. આ સાંભળીને ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વર્ષે દેવગુરુ બૃહસ્પતિ (Jupiter) તમને બચાવવા માટે મજબૂત સ્થિતિમાં છે. રાહુ 11મા ભાવમાં હોવાથી અચાનક ધનલાભ અને ગુરુ 4થા ભાવમાં (ઉચ્ચ રાશિમાં) હોવાથી સુખ-શાંતિ મળશે.
ગ્રહોની ચાલ - તમારા જીવન પર અસર (Astrological Analysis)
2026 નું વર્ષ સંઘર્ષ અને સફળતા બંનેનું મિશ્રણ રહેશે. શનિ આખું વર્ષ મીન રાશિમાં (12મા ભાવમાં) રહેશે. આ સાડાસાતીનો પહેલો તબક્કો છે. આ સમયમાં ખર્ચાઓ વધશે (ખાસ કરીને બિનજરૂરી ખર્ચ), ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે અને વિદેશ યાત્રાના યોગ બની શકે છે. શનિ તમને શિસ્ત (Discipline) અને ધીરજ રાખવાનું શીખવશે.
ગુરુ (Jupiter) આ વર્ષે તમારા રક્ષક બનશે. વર્ષની શરૂઆતમાં ગુરુ 3જા ભાવમાં રહેશે, જે તમને મહેનતી બનાવશે. પરંતુ સૌથી સારો સમય 2 જૂન, 2026 થી 30 ઓક્ટોબર સુધીનો રહેશે, જ્યારે ગુરુ મહારાજ તેમની ઉચ્ચ રાશિ કર્કમાં (4થા ભાવમાં) પ્રવેશ કરશે. આ સમયમાં નવું મકાન, ગાડી, અને જમીન-મિલકતના પ્રશ્નો ઉકેલાશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. 31 ઓક્ટોબર પછી, ગુરુ 5મા ભાવમાં (સિંહ રાશિ) જશે, જે સંતાન, શેરબજાર અને શિક્ષણ માટે ઉત્તમ છે.
રાહુ અને કેતુ: મોટા ભાગનું વર્ષ, રાહુ કુંભ રાશિમાં (11મા ભાવમાં) રહેશે. ગુજરાતીમાં કહેવત છે કે "11મો રાહુ ન્યાલ કરી દે". આ રાહુ તમને શેરબજાર, વેપાર અને મિત્રો દ્વારા મોટો આર્થિક લાભ કરાવી શકે છે. 6 ડિસેમ્બર, 2026 પછી રાહુ 10મા ભાવમાં આવશે, જે તમારી નોકરી અને કામકાજમાં મોટા ફેરફારો લાવશે.
તમારા રાશિ સ્વામી મંગળ વર્ષની શરૂઆતમાં જ (16 જાન્યુઆરી થી 23 ફેબ્રુઆરી) ઉચ્ચ રાશિમાં રહેશે, જે વર્ષની શરૂઆત ધમાકેદાર કરશે. પરંતુ સપ્ટેમ્બર 18 થી નવેમ્બર 12 દરમિયાન મંગળ નીચ રાશિમાં હશે, ત્યારે ઘરકંકાસ અને જમીનના વિવાદોથી સાચવવું પડશે.
2026 ના મુખ્ય મુદ્દાઓ (Key Highlights)
- સાડાસાતીનો પ્રારંભ: ખર્ચ પર કાબૂ રાખવો અને શનિદેવની ઉપાસના કરવી જરૂરી.
- આર્થિક લાભ: 11મા ભાવમાં રાહુ હોવાથી વેપાર અને રોકાણથી સારી આવક થશે.
- સુવર્ણ સમય: 2 જૂન થી 30 ઓક્ટોબર - મકાન, મિલકત અને સુખ માટે શ્રેષ્ઠ.
- કારકિર્દી: વર્ષની શરૂઆત સારી રહેશે, ડિસેમ્બરમાં નોકરીમાં ફેરફાર આવી શકે.
- સાવચેતી: સ્વાસ્થ્ય અને કાયદાકીય બાબતોમાં બેદરકારી ન રાખવી.
કારકિર્દી અને નોકરી: જવાબદારીઓ વધશે
નોકરી કરતા લોકો માટે વર્ષની શરૂઆત શાનદાર રહેશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મંગળ ઉચ્ચનો હોવાથી પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. તમારી કામ કરવાની ગતિ જોઈને સૌ પ્રભાવિત થશે.
જો કે, શનિ 12મા ભાવમાં હોવાથી ઓફિસમાં ગુપ્ત શત્રુઓ અથવા તમારી ઈર્ષ્યા કરનારા લોકોથી સાવધ રહેવું. તમે કરેલી મહેનતનો જશ કદાચ બીજા કોઈને મળી જાય તેવું બની શકે. જે લોકો વિદેશી કંપનીમાં (MNC), હોસ્પિટલ, અથવા ઈમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલા છે, તેમના માટે આ શનિ ફાયદાકારક રહેશે. નોકરી અર્થે વિદેશ જવાની કે સ્થળ બદલવાની તકો પ્રબળ છે.
જૂન થી ઓક્ટોબર દરમિયાન ઓફિસનું વાતાવરણ શાંત અને સહયેગી રહેશે. વર્ક-ફ્રોમ-હોમ અથવા ઓફિસમાં સારી સગવડ મળી શકે છે. ડિસેમ્બર મહિનામાં રાહુ 10મા ભાવમાં આવતા અચાનક નોકરી બદલવાનો વિચાર આવી શકે છે અથવા મેનેજમેન્ટમાં મોટા ફેરફાર આવી શકે છે.
ખાસ સલાહ: સપ્ટેમ્બર-નવેમ્બર દરમિયાન બોસ સાથે વાદ-વિવાદ ટાળવો. ઘરનું ટેન્શન ઓફિસમાં લાવવું નહીં.
વ્યાપાર અને ધંધો: નફો વધશે પણ ઉધારીથી બચવું
વેપારી મિત્રો માટે આ વર્ષ "કમાણી અને ખર્ચ" બંનેનું છે. 11મા ભાવમાં રાહુ હોવાથી તમારી માર્કેટમાં શાખ વધશે. નવા ગ્રાહકો મળશે અને નેટવર્ક મોટું થશે. ઓનલાઇન બિઝનેસ, કન્સલ્ટન્સી, અને ટેકનોલોજી સાથે જોડાયેલા વેપારીઓને બમ્પર નફો થઈ શકે છે.
પરંતુ સાવધાન! શનિ 12મા ભાવમાં (વ્યય ભાવ) બેઠા છે. પૈસા આવશે ખરા, પણ સામે કોઈ ને કોઈ મોટો ખર્ચ તૈયાર હશે - જેમ કે મશીનરી રિપેરિંગ, ટેક્સ, અથવા લીગલ ખર્ચ. આ વર્ષે બિનજરૂરી ઉધારી આપવી નહીં, નહીંતર પૈસા ફસાઈ શકે છે. હિસાબ-કિતાબમાં પારદર્શિતા રાખવી ખૂબ જરૂરી છે.
નવું રોકાણ: જો તમે નવી દુકાન, ઓફિસ કે ગોડાઉન લેવા માંગતા હો, તો 2 જૂન થી 30 ઓક્ટોબર નો સમય શ્રેષ્ઠ છે. રિયલ એસ્ટેટ, બાંધકામ અને ખેતીવાડી સાથે જોડાયેલા લોકો માટે આ સુવર્ણ સમય છે.
આર્થિક સ્થિતિ: રોકાણ માટે ઉત્તમ, સટ્ટાથી દૂર રહેવું
2026 માં તમારી આવક સારી રહેશે (રાહુને કારણે), પરંતુ પૈસા ટકાવવા એ મોટો પડકાર હશે (શનિને કારણે). રાહુ તમને એકસાથે મોટો લાભ, બોનસ કે શેરબજારમાંથી નફો અપાવી શકે છે.
મારી સલાહ છે કે પૈસા આવે એટલે તરત જ તેને સુરક્ષિત જગ્યાએ રોકી દો. જૂન થી ઓક્ટોબર દરમિયાન સોનું (Gold), જમીન અથવા મકાનમાં રોકાણ કરવું સૌથી શ્રેષ્ઠ રહેશે. આ સમયગાળામાં કરેલું રોકાણ ભવિષ્યમાં અનેકગણું વળતર આપશે.
ચેતવણી: 5મા ભાવમાં કેતુ હોવાથી શેરબજારમાં F&O (ફ્યુચર એન્ડ ઓપ્શન) અથવા મોટા સટ્ટાથી દૂર રહેવું. લોભમાં આવીને વગર વિચાર્યે પૈસા રોકશો તો નુકસાન થઈ શકે છે. એપ્રિલ-મે મહિનામાં બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો.
પારિવારિક જીવન: ઘરમાં સુખ અને શાંતિ
પરિવારની દ્રષ્ટિએ વર્ષનો મધ્ય ભાગ (જૂન થી ઓક્ટોબર) અદભુત રહેશે. ગુરુ મહારાજની કૃપાથી ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ, લગ્ન અથવા કથાનું આયોજન થઈ શકે છે. માતા તરફથી પ્રેમ અને સંપત્તિનો લાભ મળી શકે છે. જો તમે સંયુક્ત કુટુંબમાં રહો છો, તો સંબંધો સુધરશે.
જોકે, સપ્ટેમ્બર 18 થી નવેમ્બર 12 દરમિયાન મંગળ નીચ રાશિમાં હોવાથી ભાઈ-બહેનો અથવા પડોશીઓ સાથે ઝઘડા થઈ શકે છે. આ સમયે જમીન-મિલકતના ભાગલાની વાત ન કરવી. સંતાનોની ચિંતા થોડી સતાવી શકે છે (કેતુના કારણે), તેમના અભ્યાસ પર ધ્યાન આપવું પડશે.
સ્વાસ્થ્ય: સાડાસાતીમાં સંભાળવું જરૂરી
સાડાસાતીની શરૂઆત સ્વાસ્થ્ય બાબતે ચેતવણી આપે છે. શારીરિક કરતા માનસિક સ્વાસ્થ્ય પર વધુ અસર થઈ શકે છે. અનિદ્રા (ઊંઘ ન આવવી), પગમાં દુખાવો, આંખોની તકલીફ અને વધુ પડતી ચિંતા (Stress) તમને પરેશાન કરી શકે છે.
- એપ્રિલ થી મે: વાહન ચલાવતી વખતે સાચવવું, ઈજા થવાનો ભય રહે.
- સપ્ટેમ્બર થી નવેમ્બર: છાતીમાં બળતરા, બીપી (BP) અથવા હૃદય સંબંધિત બાબતોમાં કાળજી લેવી.
નિયમિત યોગ, પ્રાણાયામ અને પૂરતી ઊંઘ લેવાથી તમે આ સમસ્યાઓથી બચી શકશો. જૂન પછીનો સમય સ્વાસ્થ્ય સુધારવા માટે સારો છે.
વિદ્યાર્થીઓ માટે: વિદેશ જવાની તકો
વિદ્યાર્થીઓ માટે શરૂઆતમાં થોડું ધ્યાન ભટકાય તેવું બની શકે. પરંતુ જૂન પછીનો સમય અભ્યાસ માટે શ્રેષ્ઠ છે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે IELTS/TOEFL ની તૈયારી કરે છે, તેમના માટે શનિ (12મો ભાવ) અને ગુરુ (4થો ભાવ) બંને મદદરૂપ થશે. વિદેશના વિઝા મળવાની પ્રબળ શક્યતા છે.
2026 માટે ચમત્કારી ઉપાયો (Remedies)
આ વર્ષે સાડાસાતીની અસર ઓછી કરવા અને ગુરુના આશીર્વાદ મેળવવા માટે નીચેના સાત્વિક ઉપાયો ચોક્કસ કરવા:
1. સાડાસાતી માટે (શનિ ઉપાય):
- દર શનિવારે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો. (ગુજરાતીઓમાં હનુમાન ભક્તિ શ્રેષ્ઠ ગણાય છે).
- શનિવારે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો કરવો.
- ગરીબ, મજૂર વર્ગ અથવા અંધજન મંડળમાં યથાશક્તિ દાન આપવું કે જમાડવું.
- ખોટું કામ, છેતરપિંડી કે કોઈનો હક મારવો નહીં - શનિ ન્યાયના દેવતા છે.
2. મંગળ અને ગુરુ માટે:
- દર મંગળવારે ગણપતિ દાદાને ગોળ અને લાલ ફૂલ ચડાવવા.
- વડીલો અને માતા-પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી.
- કુલદેવી કે કુળદેવતાના દર્શને જવું.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) - મેષ રાશિ 2026
ના, બિલકુલ નહીં. ભલે સાડાસાતી શરૂ થાય છે, પણ ગુરુ મહારાજ ઉચ્ચ રાશિમાં હોવાથી તમને રક્ષણ મળશે. ઉલટાનું, મકાન અને સંપત્તિ માટે આ વર્ષ ખૂબ સારું છે.
લાંબા ગાળાના રોકાણ (Long term investment) માટે સમય સારો છે, પણ સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું. સોના-ચાંદીમાં રોકાણ વધુ સુરક્ષિત રહેશે.
ડિસ્ક્લેમર: આ રાશિફળ ગ્રહોના સામાન્ય ગોચર પર આધારિત છે. વ્યક્તિગત પરિણામો તમારી જન્મકુંડળી અને દશા-મહાદશા મુજબ બદલાઈ શકે છે.


If you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in
Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn.
This newborn Astrology service is available in